
સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ
સત્ય સેવા જીવદયા મંડળ ને ઘણાં વ્યક્તિઓ એ સાથે મળી ને 02/01/2021 ના દિવસે આ મંડળ ની સ્થાપના કરી હતી. આ વ્યક્તિઓ સાથે મળી ને સેવા કરતા હતા. આ બધા સાથે મળી ને આ મંડળ ને આગળ લઈ ગયા.
સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ નું મુખ્ય હેતુ ગૌમાતા, નંદીમહારાજ, શ્વાન અને અન્ય પ્રાણીઓ ને ખોરાક અને અન્ય સહાય પહોચાડવાનું છે. સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ ની ટીમ પ્રાણીઓ ની સેવા અને અન્ય પ્રવૃત્તિઓ કરે છે તે માટે આ ટીમ ના જીવન નો કિંમતી સમય જીવદયા ના કાર્યો માટે સમર્પિત છે.
સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા વધતી જતી ગરમી થી રાહત માટે વિનામુલ્યે પાણી ન કુંડા નું વિતરણ, દુનિયા માં લૂપ્ત થતી ચકલી માટે વિનામુલ્યે ચકલી ઘર વિતરણ, રાત ના સમયે રસ્તાઓ પર વાહનો દ્વારા ગાયો ને નુકસાન થતું અટકાવવા માટે રેડિયમ બેલ્ટ પહેરવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા આ ટ્રસ્ટ ‘ જીવદયા ‘ નો સંદેશ ફેલાવી રહ્યા છે અને એવી દુનિયા નું નિર્માણ કરવા જઈ રહ્યા છે જ્યાં દરેક પ્રાણીની સેવા અને સમ્માન થાય.




મિશન (Mission)
પ્રકૃતિ અને પ્રાણીઓ માટે માનવતાના નવનિર્માણનું કાર્ય એ અમારા ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય છે.
અમે:
- પ્રાણીઓ માટે પ્રેમ અને સહાનુભૂતિ ફેલાવવા.
- પૃથ્વી પર જીવમાત્રની સંભાળ અને જાળવણી માટે સક્રિય સેવાઓ પૂરી પાડવા.
- ગૌમાતા, પક્ષીઓ અને શ્વાન માટે જીવનસંચારની સારી સ્થિતિ લાવવા માટે સતત પ્રયત્ન કરીએ છીએ.
અમારા પ્રયાસોનો હેતુ એ છે કે માનવજાત અને પ્રાણીઓ વચ્ચે એક સર્વાંગી સંબંધ બંધાય જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનું નિર્માણ કરે.
વિઝન (Vision)
નિરાધાર , વૃદ્ધ , એકસીડન્ટ ગાયમાતા તેમજ નંદી મહારાજ માટે ગૌશાળા નું નિર્માણ અને એમ્બ્યુલન્સ સેવા.
- અમે એક એવી દુનિયા સર્જવા માટે કામ કરીએ છીએ જ્યાં પ્રાણીઓના જીવનનો સન્માન થાય.
- ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા, શ્વાનો માટે ભોજન, અને ગૌમાતાની સંભાળ જેવા કાર્ય થકી આ દ્રષ્ટિ સાકાર કરીએ છીએ.
- ભવિષ્ય માટે, માનવતાની ભાવનાને પ્રબળ કરવા માટે, પ્રાણીઓ અને પૃથ્વી માટે સ્થિરતાની વ્યવસ્થા લાવવા માટે સંકલ્પિત છીએ.